Pages

Search This Website

Thursday 17 December 2020

બુધનું રાશિ પરિવર્તન:28 ડિસેમ્બરે બુધ ગ્રહ 3 દિવસ માટે મકર રાશિમાં મહેમાન બનશે, 7 રાશિને ધનલાભ તો 2 રાશિને ધનહાનિ થઈ શકે છે

બુધવાર, 28 ડિસેમ્બરે બુધ ગ્રહ મકર રાશિમાં આવી જશે. અહીં માત્ર 3 દિવસ રહીને 30 ડિસેમ્બરે ફરી ધનમાં પાછો ફરશે. તે પછી 6 ફેબ્રુઆરી 2023 સુધી ધન રાશિમાં જ રહેશે. મોટાભાગે બુધ ગ્રહ એક રાશિમાં 21 દિવસ સુધી રહે છે. પરંતુ આ મહિનાના અંતમાં ધન રાશિમાં આવ્યા પછી 38 દિવસ સુધી રહેશે. આ દરમિયાન આ ગ્રહ 21 દિવસ સુધી વક્રી રહેશે. આ ગ્રહની ગતિમાં ફેરફારની અસર બધી જ રાશિઓ ઉપર પડશે.

સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ બુધ, રાશિ બદલીને મકર અને ધનમાં રહેશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ ગ્રહ સંવાદ, સંચાર અને બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધના શુભ પ્રભાવથી ધન, માન-સન્માન અને વૈભવ પણ મળે છે. આ ગ્રહ વેપાર, વાણિજ્ય, કોમર્સ, બેકિંગ, મોબાઈલ, નેટવર્કિંગ સાથે જોડાયેલાં ક્ષેત્રને પ્રભાવિત કરે છે.

બારેય રાશિના જાતકો ઉપર બુધના રાશિ પરિવર્તનની અસર
આ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી મેષ, વૃષભ, મિથુન, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોને લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય કર્ક, કન્યા અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ ત્રણ રાશિના લોકોને લેવડ-દેવડ અને રોકાણમાં થોડો ઓછો ફાયદો થશે. ત્યાં જ, તુલા અને મકર રાશિના લોકો માટે સમય ઠીક નથી. આ રાશિના લોકોને રોકાણમાં ધનહાનિ થઈ શકે છે અને લેવડ-દેવડમાં નુકસાન થઈ શકે છે.

દેશ-દુનિયા ઉપર અસર
બુધના રાશિ પરિવર્તનથી લોકોમાં રચનાત્મકતા વધશે. શેરબજારમાં તેજી આવશે. બજારમાં ખરીદી વધી શકે છે. બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રહેશે. અનાજ અને ભોજનની સામગ્રીઓની કિંમત વધી શકે છે. મોટા દેશોની વચ્ચે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ વધશે. મોટા એગ્રીમેન્ટ કે બિઝનેસમાં સમજોતો થવાના યોગ બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લેવડ-દેવડ વધશે. થોડાં દેશોની કરંસી મજબૂત થશે. ચાઈના અથવા થોડાં મોટા દેશ નવી વ્યાપારિક રણનીતિ ઉપર કામ શરૂ કરી શકે છે.


અશુભ અસરથી બચવા માટે ગણેશ પૂજા
બુધની અશુભ અસરથી બચવા માટે ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે. લેવડ-દેવડ કરવાનું વિધાન છે. લેવડ-દેવડ અને રોકાણમાં નુકસાનથી બચવા માટે બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશજીને લીલા ફૂલ ચઢાવો અને મોદકનો ભોગ ધરાવવો. બુધ ગ્રહની અશુભ અસરથી બચવા માટે કાંસાના વાસણમાં મગ ભરીને દાન કરો. ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો. બુધ ગ્રહના મંત્ર ઓમ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ નો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. મંત્ર જાપ દર બુધવારે કરવો જોઇએ. કોઇ ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરવું જોઈએ. બુધ ગ્રહ બુદ્ધિના દેવતા છે, આ રાશિ પરિવર્તન પછી બુદ્ધિને લગતા કામ કરતી સમયે વિશેષ સાવધાની જાળવવી જોઈએ.

બુધ ગ્રહ ફેફસા અને તંત્રિકા તંત્રને પ્રભાવિત કરે છે
બુધ ગ્રહ કન્યા અને મિથુન રાશિનો સ્વામી છે. બુધને વેપાર, સન્માન, યશ, વિશ્લેષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહ દ્વિ પ્રકૃતિનો છે. હાથ, કાન, ગળું, ફેફસા, તંત્રિકા તંત્ર અને ચામડી ઉપર બુધનો પ્રભાવ હોય છે. બુધ તર્કને દર્શાવે છે. તે લોકો જેમની કુંડળીમાં બુધ એક મજબૂત સ્થિતિમાં હોય છે તેઓ સમજદાર, તર્ક-વિતર્કમાં કુશળ અને એક ખૂબ જ સારા વિશ્લેષણાત્મક ક્ષમતા ધરાવનાર હોય છે.

No comments:

Post a Comment