Pages

Search This Website

Thursday 23 September 2021

નવરાત્રિ ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો,આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય || big news of navratri 2021

big news of navratri 2021 

 ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો / શું આ વર્ષે પણ નવરાત્રિ નહીં યોજાય!, આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય

રાજ્યમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે કે નહીં તેને લઇને હાલ સૌ કોઇ અસમંજસમાં છે. એવામાં બીજી બાજુ ગુજરાતની સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા શું નવી સરકાર નવરાત્રિને લઇને મંજૂરી આપશે કે કેમ તેને લઇને હાલ ગરબા આયોજકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે નવરાત્રિની પૂર્વે અમદાવાદના ગરબા રસીકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.


રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરાય

આ વર્ષે પણ અમદાવાદમાં કોરોના મહામારીના કારણે રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરવામાં આવે. જો સરકાર છૂટ આપશે તો પણ નવરાત્રિ નહીં યોજવામાં આવે.


માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી

કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગરબાના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પણ ક્લબોમાં નવરાત્રિ નહીં યોજવામાં આવે. માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી. મોટા ભાગની ક્લબોમાં આ વર્ષે પણ નવરાત્રિ યોજવામાં નહીં આવે.


રૂપાણી સરકાર વખતે DJ-મ્યુઝિક બેન્ડ અને ગાયકોના હિતમાં લેવાયો હતો સૌથી મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકાર વખતે નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં હતાં. જે-તે સમયે રૂપાણી સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના આપી હતી.


મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.

news for gstv

No comments:

Post a Comment